← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નકલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભવ્ય મંચે જે થયાં, એ દાન પણ નકલી હતાં,
હાર-તોરા, શાલ ને સન્માન પણ નકલી હતાં.

ફૂલદાનીમાં ગુલાબો, ઘાસ પણ પ્લાસ્ટિક તણું,
ને ભ્રમરનાં ગુંજતાં એ તાન પણ નકલી હતાં.

ફિલ્ટરોથી જે સજાવ્યા, એ ચહેરા ઝળહળે,
એ ગુલાબી ગાલ, એ મુસ્કાન પણ નકલી હતાં.

ત્યાગ ને વૈરાગ્ય પર ભાષણ થયાં કલ્લાક લગ,
સંતજીએ જે વહેંચ્યાં, જ્ઞાન પણ નકલી હતાં.

ચાર ખભ્ભે ઊંચકાયો, ત્યાં જ જાણ્યું: ઓ ‘પરાગ’,
બેસણામાં જે થયાં ગુણગાન પણ નકલી હતાં.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #દેખાડો #નકલીપણું #ફિલ્ટર #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #FakeWorld #ShowOff #PlasticLife #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખરાત સાથે સમાધાનઆગલો લેખ →પહેલું સ્મિત