જુદા રસ્તે
બધા ટોળે ગયા સાથે, અમે ચાલ્યા જુદા રસ્તે,
ભલે કાંટા, ભલે તડકો, અમે મ્હાલ્યા જુદા રસ્તે.
પિતા ઇચ્છે દવાખાનું, પરીક્ષાની કતારો પણ,
કલમ કાગળ અને સપનાં અમે ઝાલ્યાં જુદા રસ્તે.
સગાં બોલ્યાં: ‘મરો ભૂખે, ગઝલથી પેટ ના ભરશે’,
છતાં હસતાં, ઉઘાડે પગ, અમે હાલ્યા જુદા રસ્તે.
ઘણી વેળા થયું, પાછા વળી જઈએ ફરી ટોળે,
ઘણા સાથી, ઘણાં સપનાં, જખમ સાલ્યા જુદા રસ્તે.
પરાગે આજ જોયું, એ જ ટોળું આવતું પાછળ,
ઘણું ખોયું, ઘણું પામ્યા, અમે ફાલ્યા જુદા રસ્તે.
– પરાગ રતનપરા
#ગઝલ #જુદોરસ્તો #સ્વપ્ન #હિંમત #કવિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #RoadNotTaken #FollowYourDream #Courage #PoetsPath #ParagRatanpara