છબીમાં
નદી, ગામ, ઝૂલો, સમાયું છબીમાં,
હતું બાળપણ જે, છુપાયું છબીમાં.
કહે ફોટવાળો: ‘હસો બા જરા’, ને
જરા જેટલું સ્મિત ઝિલાયું છબીમાં.
ગયાં સૌ, પડી ભીંત, વેચ્યું ય ફળિયું,
નવું ઘર, ફરીથી રચાયું છબીમાં.
કદી સાથ બેઠાં નહીં આપણે, પણ
નસીબે ન જે, તે લખાયું છબીમાં.
પરાગે લખી સો ગઝલ, તોય જે કંઈ
કહી ના શકી, તે ગવાયું છબીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #છબી #ફોટો #સ્મરણ #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #OldPhotograph #Memories #FrozenTime #Nostalgia #ParagRatanpara