← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રામજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ ધ્રૂજે, હવે ઝાલજે, રામજી,
ચાલ ધીમી, જરા હાલજે, રામજી.

દીકરા દૂર પરદેશમાં જઈ વસે,
ઓસરીએ ઘડી મ્હાલજે, રામજી.

નેણ ઝાંખાં, ઉકેલાય ના પત્ર, તો
નામ તારું મને આલજે, રામજી.

ઝૂંપડી, આંગણું, વાછડી, લીમડો,
હું જઉં, તો પછી પાળજે, રામજી.

આ પરાગે ઘણાં ગીત ગાયાં, હવે
આખરી ટ્રેન છે, ચાલજે, રામજી.

– પરાગ રતનપરા

#ગઝલ #વૃદ્ધની_પ્રાર્થના #ઘડપણ #રામ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #OldMansPrayer #OldAge #Ram #Loneliness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભણતી દીકરીઆગલો લેખ →હાલો ભેરુ