કુલ ૨૦૨૨ લેખ · પાનું ૩૬ / ૪૧
સૌને જમાડે, તોય પણ ભૂખ્યો રહે, ખેડૂત છે, તડકો તપે, ઠંડી પડે, સઘળું સહે, ખેડૂત છે.
હવા આવી, અડી ગઈ ફૂલના પાને, નથી પૂછ્યું, વરસતો મેઘ ધરતીને મળે છાને, નથી પૂછ્યું.
ભીની ધરા મ્હેકે ઘણી, હૈયાં મળે વરસાદમાં, ભૂલી ગયેલી યાદ પણ પાછી વળે વરસાદમાં.
તને ઝીણી ઠસક લાગી, ખરે ત્યારે મને વાગ્યું, ઉઝરડો ઢીંચણે તારે, હૃદય મારે મને વાગ્યું.
શ્વાસ, સપનાં, ભૂખ ને આશા ધરી તેં ચાકડે, તોય ના સંતોષ મૂક્યો, તેં જ તારા ચાકડે!
રાતભર ગણતો હતો હું સ્વપ્ન-તારા આભમાં, ને સવારે ક્યાં ગયા સૌ? ક્યાં ઉતારા આભમાં?
નદી કાંઠે હતાં એવી ઘડીએ આપણે બંને, હજી એ યાદને શેકે ઠરેલા તાપણે બંને.
જ્યોતિષીની વાત આખી સાવ ખોટી નીકળી, જિંદગી આખી પછી તો બસ કસોટી નીકળી.
હૃદયમાં ઊઠતા એવા ઉમંગો ત્રાજવે ક્યાંથી? નદીનાં નીરમાં નાચે તરંગો ત્રાજવે ક્યાંથી?
રેત થઈને આ ક્ષણો તો ચૂપ સરકી હાથથી, બાંધવા બેઠો સમયને, ગાંઠ છટકી હાથથી.
રાત જાગી, આંખ ભીની, મૌન તાણા હું વણું, શબ્દ થોડા, અર્થ ઝાઝા, એમ વાણા હું વણું.
બાળપણ આખું અમારું છે લખાયું માર્ક્સમાં, ગીત જે ગાવું હતું, એ પણ ગવાયું માર્ક્સમાં.
વડીલો જેમ ઊભું'તું, ફરી એ ઝાડ રોપી દે, હતી ચકલી, હતા માળા, હતી એ વાડ રોપી દે.
મોતને પણ લોક ફૂલોથી સજાવે વૉલ પર, લાશ ઠંડી, પણ ગરમ ચર્ચા જગાવે વૉલ પર.
હતું જે અમારું, પરાયું થવાનું, અને દર્દ પણ તો સવાયું થવાનું.
ગોદમાં લઈ બાળને, હળવે રમાડે આ સમય, ને યુવાનીમાં સપન આપી જગાડે આ સમય.
આ મદારી રોજ દેખાડે તમાશા ખેલમાં, ને અમે નાચી, હસી, દઈએ દિલાસા ખેલમાં.
હતી સાકી, હતો સાથી, ઢળી'તી રાત પ્યાલામાં, અમે પી ગ્યા, હતી જે જિંદગીની વાત પ્યાલામાં.
હોય તોફાનો ભલે, મારી જ હોડી હું ઘડું, ને હલેસાં હાથ મારા, એમ જોડી હું ઘડું.
પિતાજીનો ગયો વારો, હવે વારો ખભા પર છે, દવા, ફી, દૂધ, ઘર-ભાડું, બધો ભારો ખભા પર છે.
ત્યાગ ને તપની જ જેની શાન, મારો દેશ છે, રાષ્ટ્રગીતે એક થાતું ગાન, મારો દેશ છે.
પ્રતીક્ષા બની હું રહી ઉંબરે, ન આવ્યા, ન વાતો કહી ઉંબરે.
આંખ ના, તોયે ગલી, ઘર, વૃક્ષ જાણું સ્પર્શથી, ને સવારે હૂંફમાં પ્હેલું વહાણું સ્પર્શથી.
હવામાં, પાંદડાં પર ને કિનારે આપણી વાતો, ગલીના ચોતરે ચાની સવારે આપણી વાતો.
ન ઘર, ના ગામ, ના નાતો, ભલું આ ધામ મસ્તીમાં, ઉઘાડા પગ, ઉઘાડું આભ, ને આરામ મસ્તીમાં.
ઓસના ટીપે ગગનને જો છુપાવ્યું કુદરતે, મોરપીંછે મેઘધનુને, જો, સજાવ્યું કુદરતે.
ઝૂલતો ઝૂલો નથી, બાળક ફસાયા ફોન પર, વારતા દાદી કહે, સૌ તો ભુલાયા ફોન પર.
માછલી હસતી ફરે છે સાગરો વચ્ચે રહી, ફૂલ ખીલે જેમ નાનું પથ્થરો વચ્ચે રહી.
ઘણી કાળી હતી રાતો, સિતારો ઊગવામાં છે, ભલે તોફાન દરિયામાં, કિનારો ઊગવામાં છે.
ઢળી છે સાંજ, ને ઘરમાં નમેલું ગગન થાકેલું, ઘણે વરસે ગયો ગામે, નિહાળ્યું વતન થાકેલું.
તું હજી મારી જ પ્હેલી ચાંદની આ ઉંમરે, મોતિયાની આંખમાં પણ રોશની આ ઉંમરે.
આંખની કોરમાં ભેદ છે કે નહીં? હાસ્યની ઓથમાં ખેદ છે કે નહીં?
ઢળે સાંજ, ધીમે ઝરે રાતરાણી, સવારે ધરા પર ખરે રાતરાણી.
કાચ જેવી હોય છે, આ વાત સંધાતી નથી, ઊંઘ જ્યાં તૂટી, પછી એ રાત સંધાતી નથી.
જે નદીમાં વમળ સર્જે, કાંકરો નાનો નથી, પાંદડું જે ઊંચકે, એ વાયરો નાનો નથી.
જગતમાં ના કશું સારું, બધું સારું નજરથી છે, જુએ જે દીવડો, એને ન અંધારું, નજરથી છે.
નથી શબ્દો, નથી હોઠો, છતાં આ આંખ પોકારે, ગયું પંખી, છતાં ડાળે ખરેલી પાંખ પોકારે.
નથી પોથી, નથી માળા, હૃદય-પ્રાણે શબદ વાગ્યો, પરોઢે ઝાલરે, ને સાંજના ટાણે શબદ વાગ્યો.
બુંદ થઈને એક દી, આ સૌ સમાતું શૂન્યમાં, ને ફરી ત્યાંથી જ આખું જગ રચાતું શૂન્યમાં.
બની તાલ, ઝૂમે હથેળી ભજનમાં, રમે રાધિકા ને સહેલી ભજનમાં.
આભ ટપકે છાપરેથી, એ જ પાણી ઝૂંપડે, ભૂખને પણ ઊંઘ દે છે મા-કહાણી ઝૂંપડે.
દીકરી આવી પિયર તો, આ ઘડી રળિયામણી, આંખમાં બાની હરખની એ ઝડી રળિયામણી.
નદી-કાંઠડે ઝૂલતો ડાળ ચાંદો, શિવે શીશ ધાર્યો, ઝગે ભાલ ચાંદો.
નથી સોનું, નથી ચાંદી, મિલનની આશ માયા છે, તને જોયા પછીની આ અધૂરી પ્યાસ માયા છે.
જ્યાં લખું છું નામ તારું, ત્યાં જ કાગળ રણ બને, એક ટીપું પણ ઢળે તો ઝાંઝવાની ક્ષણ બને.
રોજ જોઉં, રોજ ચાહું, તોય હું શોધું તને, તું જ ભીતર છે, પછી શું કામ હું ખોળું તને?
ઓરડો, ઘડિયાળ, ચશ્માં, સૌ હતું, પળ ક્યાં હતી? કેટલી ઇચ્છા હતી, એની જ અટકળ ક્યાં હતી?
તેં ચડાવ્યો જે મને, એ લાલ રંગ ન ભૂંસજે, શાંત જળમાં તેં જગાડ્યો એ તરંગ ન ભૂંસજે.
ના ગુફામાં, ના શિખરમાં, એ દુખી જનમાં વસે, જે પરાયાં આંસુ લૂછે, એ જ હરિ-મનમાં વસે.
ઉઘાડ્યું ગગન, પણ હવા ક્યાં રહી? ગયેલા વિહગની દિશા ક્યાં રહી?