કે નહીં?
આંખની કોરમાં ભેદ છે કે નહીં?
હાસ્યની ઓથમાં ખેદ છે કે નહીં?
પાંખ છે, આભ છે, દ્વાર ખુલ્લું છતાં,
મનમહીં કોઈ પણ કેદ છે કે નહીં?
ગ્રંથ વાંચ્યા ઘણા, પંડિતો તો કહે,
કોઈની પીડ લે, વેદ છે કે નહીં?
બંસરી શ્યામની ગાય છે, પણ જરા
વાંસ-હૈયે કશો છેદ છે કે નહીં?
રંગ ખીલ્યા બધા, ને પરાગે કહે:
એ જ મ્હેકે કશો સ્વેદ છે કે નહીં?
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રશ્ન #અંતરમન #સંવેદના #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerQuestions #HiddenPain #SelfInquiry #Reflection #ParagRatanpara