કુદરતે
ઓસના ટીપે ગગનને જો છુપાવ્યું કુદરતે,
મોરપીંછે મેઘધનુને, જો, સજાવ્યું કુદરતે.
કોઈ ઓજારો વિના, નકશા વિના, જો તો ખરા,
તોય સુગરીનું મજાનું ઘર બનાવ્યું કુદરતે.
બાળ ભૂખ્યું ઝૂંપડે, ને ખેતરે મા કામમાં,
ત્યાં પવન થઈ ઘોડિયું ધીમે ઝુલાવ્યું કુદરતે.
માનવીએ ઝાડ કાપ્યાં, ડુંગરો કોર્યા ઘણા,
પૂરમાં, ભૂકંપમાં, એને રડાવ્યું કુદરતે.
ફૂલ ખરશે સાંજના, તોયે ન ચિંતા, હે પરાગ,
ને ફરી ખીલે ચમન, એ કણ ઉડાવ્યું કુદરતે.
– પરાગ રતનપરા
#ગઝલ #કુદરત #પ્રકૃતિ #સર્જન #પર્યાવરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #NaturesWonder #MotherNature #Creation #Balance #ParagRatanpara