← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખેડૂત છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૌને જમાડે, તોય પણ ભૂખ્યો રહે, ખેડૂત છે,
તડકો તપે, ઠંડી પડે, સઘળું સહે, ખેડૂત છે.

દેવું ચડે, વ્યાજે વધે, ને બૅંક પણ ઘર આવતી,
‘સારું થશે આ સાલ’ — એ આશા કહે, ખેડૂત છે.

આ વાદળો રૂઠી ગયાં, ખેતર સુકાયાં સામટાં,
ને પાક સાથે જાતને છાનો દહે, ખેડૂત છે.

હર ચૂંટણી નેતા કહે: ‘ખેડૂ તણો ઉદ્ધાર છે’,
દઈ વોટ, પાછો હળ તણો ભારો વહે, ખેડૂત છે.

થાળી મહીં દાણો પડે, ત્યાં નામ જે વાંચો, ‘પરાગ’,
‘ખાનાર જીવો’ — એ દુઆ છાની કહે, ખેડૂત છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ખેડૂત #જગતનોતાત #દુષ્કાળ #ધરતીપુત્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #Farmer #Annadata #Drought #SonOfTheSoil #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબાપુનો કાગળઆગલો લેખ →ઝરણું