આભમાં
રાતભર ગણતો હતો હું સ્વપ્ન-તારા આભમાં,
ને સવારે ક્યાં ગયા સૌ? ક્યાં ઉતારા આભમાં?
દૂરબીને દૂરનું જોયું, નિકટનું ના કદી,
બારણે મા'તી, અમે શોધ્યા સહારા આભમાં.
ચાંદને સ્પર્શી અમે તો ગર્વથી ફૂલી ગયા,
ઝૂંપડી ભૂખે મરે, ને છે નગારાં આભમાં.
એક ખરતો તારલો જોયો, ન માગ્યું મેં કશું,
જે ખરે છે, એ ય છે કોના ઇશારા આભમાં?
ધૂળ થઈ ઊડ્યો પરાગે, જાણ થઈ કે ભેદ શો?
ધૂળ છે ધરતી ઉપર, ને દૂધધારા આભમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #આકાશ #તારા #સપનાં #બ્રહ્માંડ #પરાગરતનપરા
#GujaratiGhazal #StarGazing #Dreams #Cosmos #MilkyWay #ParagRatanpara