← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માયા છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી સોનું, નથી ચાંદી, મિલનની આશ માયા છે,
તને જોયા પછીની આ અધૂરી પ્યાસ માયા છે.

વળાવી દીકરી, તો યે નજર એની જ શેરીએ,
પિતાની આંખમાં બાંધ્યો, મમતનો પાશ માયા છે.

જવું છે છેવટે સૌએ, ખબર છે તોય વળગીને
અમે ઝાલ્યો ઘડીભર જે, ઉધારો શ્વાસ માયા છે.

નદીમાં ચાંદ દેખાતો, પકડવા હાથ નાખ્યો, ત્યાં
તરંગો થઈ વિખેરાયો, ચમકતો ભાસ માયા છે.

પરાગે ફૂલને છોડ્યું, છતાં મ્હેકી રહી ડાળો,
ગયો જે, એ ગયો; બાકી સુગંધી વાસ માયા છે.

– પરાગ રતનપરા

#ગઝલ #માયા #મોહ #આસક્તિ #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Maya #Attachment #Illusion #Detachment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચાંદોઆગલો લેખ →છૂટા શેર ૮૬૬૬–૮૭૧૦