← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખભા પર છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પિતાજીનો ગયો વારો, હવે વારો ખભા પર છે,
દવા, ફી, દૂધ, ઘર-ભાડું, બધો ભારો ખભા પર છે.

ઉઠાવી બાપુએ ખભ્ભે, મને આકાશ દેખાડ્યું,
હવે જ્યાં દીકરી બેસે, બને તારો ખભા પર છે.

રડી લેવું હતું મારે, ઘડી એકાંતમાં બેસી,
છતાં 'મરદો નથી રડતા' — હજી ધારો ખભા પર છે.

ગયાં બા, તોય ગાયો ભાંભરે છે રોજ ખીલે ત્યાં,
હવે બાની ગમાણે ગાયનો ચારો ખભા પર છે.

પરાગે ફૂલને પૂછ્યું, 'તને શો ભાર લાગે છે?'
કહે એ: 'સૂર્ય ઊગે ત્યાં સુધી પારો ખભા પર છે.'

– પરાગ રતનપરા

#ગઝલ #પિતા #જવાબદારી #પુરુષ #પેઢી #પરાગરતનપરા
#GujaratiGhazal #Fatherhood #Responsibility #Generations #UnseenBurden #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહું ઘડુંઆગલો લેખ →ઉમંગ