← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખેલમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ મદારી રોજ દેખાડે તમાશા ખેલમાં,
ને અમે નાચી, હસી, દઈએ દિલાસા ખેલમાં.

ગીત અટકે, ને બધા ખુરશી ઝડપવા દોડતા,
હારનારાને ય મળતાં બે પતાશાં ખેલમાં.

વાયદા તોડી, પછી ટીવી ઉપર આવી, હસી,
રોજ નેતા આપતા નવલા ખુલાસા ખેલમાં.

બાળપણ તો શીખવે છે હાર પણ હસતાં રમી,
કેમ મોટા થઈ અમે શીખ્યા હતાશા ખેલમાં?

ફૂલ જેવું ખીલવું, ખરવું, પરાગે માણવું,
ના નશો કો જીતનો, ના કો નિરાશા ખેલમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવન #ખેલ #હારજીત #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #GameOfLife #WinAndLoss #Detachment #LightSatire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખારવણઆગલો લેખ →પ્યાલામાં