← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વચ્ચે રહી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માછલી હસતી ફરે છે સાગરો વચ્ચે રહી,
ફૂલ ખીલે જેમ નાનું પથ્થરો વચ્ચે રહી.

સાવજો સાથે રમે છે, ગીરનો ગોવાળિયો,
દૂધ જેવું ઊજળું મન ડુંગરો વચ્ચે રહી.

શાયરો ભૂખ્યા, ઉધારે જીવતા, તો યે મજા,
શબ્દનો રાજા બનીને અક્ષરો વચ્ચે રહી.

બારણે ભૂખ્યાં ભિખારી, ભીતરે ભોગો ઘણા,
ઈશ પણ ભૂખ્યો રહે છે મંદિરો વચ્ચે રહી.

ગાય પંખી મુક્ત થઈને ગીત ઊંચું, હે પરાગ,
કોણ ગાશે, બોલ તો, આ પિંજરો વચ્ચે રહી?

– પરાગ રતનપરા

#ગઝલ #હિંમત #સ્વતંત્રતા #સંઘર્ષ #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Resilience #Freedom #AmidstAdversity #Fearless #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવહેતી રહીશઆગલો લેખ →ઊગવામાં છે