← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હું વણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત જાગી, આંખ ભીની, મૌન તાણા હું વણું,
શબ્દ થોડા, અર્થ ઝાઝા, એમ વાણા હું વણું.

કેટલાં વર્ષો ગયાં ને ગાંઠ પણ વચ્ચે પડી,
તોય હસતાં ખોલવાનાં, એ જ ટાણાં હું વણું.

રેશમી સાડી વણી જે, એ ઉઘાડો ઊંઘતો,
એ જ ભૂખ્યા પેટ માટે શબ્દ-ભાણાં હું વણું.

રેંટિયો દાદી ચલાવે સાંજના, જે સૂરમાં,
એ જ સૂરે આજ પણ આ લોકગાણાં હું વણું.

ફૂલ ફૂલે જઈ પરાગે એટલું ભેગું થયું,
મ્હેકની ચાદર મહીં આ સ્વર્ણ-દાણા હું વણું.

– પરાગ રતનપરા

#ગઝલ #વણકર #કવિકર્મ #શબ્દ #લોકગીત #પરાગરતનપરા
#GujaratiGhazal #Weaver #CraftOfPoetry #Words #FolkSongs #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરમી આવ્યોઆગલો લેખ →ખેતર કે હું?