મારો દેશ છે
ત્યાગ ને તપની જ જેની શાન, મારો દેશ છે,
રાષ્ટ્રગીતે એક થાતું ગાન, મારો દેશ છે.
ખેતરે ખેડૂત જાગે, સરહદે જાગે જવાન,
રક્ત આપે એક, બીજો ધાન, મારો દેશ છે.
જ્યાં નદીને મા કહે છે, ઝાડને પૂજે સદા,
ધૂળને માથે ચડાવે માન, મારો દેશ છે.
ગીરવે ઘર બાપ મૂકે, ને સગાં રાજી થવા,
ઠાઠથી દેવું કરીને જાન, મારો દેશ છે.
ભિન્ન રંગો, ભિન્ન ખુશ્બૂ, તોય ગાતો આ પરાગ,
બાગ આખાનું મધુર જે ગાન, મારો દેશ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ભારત #દેશપ્રેમ #એકતા #સંસ્કૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #India #Patriotism #UnityInDiversity #Culture #ParagRatanpara