← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપણી વાતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવામાં, પાંદડાં પર ને કિનારે આપણી વાતો,
ગલીના ચોતરે ચાની સવારે આપણી વાતો.

અમે તો મૌન રાખ્યું'તું, ન બોલ્યું કોઈ બેમાંથી,
છતાં ગામે કરી લીધી વિચારે આપણી વાતો.

સવાલો પૌત્ર પૂછે છે, 'કહો દાદી, કથા પ્હેલી',
હસી દાદી, નમી આંખે, ઉતારે આપણી વાતો.

તમે ચાલ્યાં ગયાં, તોયે વિસામે સાંજના પંખી,
તમોને શોધતું, ઊંચા પુકારે આપણી વાતો.

પરાગે ફૂલ બે મૂક્યાં, સુકાયાં'તાં ભલે પોથે,
ઉઘાડું જ્યાં, સુગંધે એ પસારે આપણી વાતો.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમકથા #ગામ #સ્મૃતિ #દાંપત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #OurStory #VillageGossip #LoveStory #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસ્પર્શથીઆગલો લેખ →મસ્તીમાં