આ સમય
ગોદમાં લઈ બાળને, હળવે રમાડે આ સમય,
ને યુવાનીમાં સપન આપી જગાડે આ સમય.
આભને આંબી અમે માન્યું, બધું આ હાથમાં,
એક ઝટકે એ જ શિખરેથી પછાડે આ સમય.
ચૂપ થઈ લોરી, અને આ ઓસરી સૂની પડી,
છેવટે ઠંડી ચિતા પર પણ સુવાડે આ સમય.
સિક્સ-પેકે શોભતા'તા, ને જુવાની'તી ભલી,
આજ ફાંદો જોઈ લાગે, સૌ બગાડે આ સમય.
આ પરાગે જોઈ લીધું, ફૂલ પ્હેલાં ખીલવે,
એ જ હાથે મૂળમાંથી પણ ઉખાડે આ સમય.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #જીવનચક્ર #ઉંમર #નિયતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #CycleOfLife #Ageing #Destiny #ParagRatanpara