માર્ક્સમાં
બાળપણ આખું અમારું છે લખાયું માર્ક્સમાં,
ગીત જે ગાવું હતું, એ પણ ગવાયું માર્ક્સમાં.
ટ્યૂશનોની દોડમાં મેદાન સૂનું થઈ ગયું,
ખેલવાનું પણ હવે તો છે રમાયું માર્ક્સમાં.
દીકરીના ચિત્રમાં છે સૂર્ય લીલો, લાલ આભ,
લાલ શાહી ફેરવી ત્યાં, એ દબાયું માર્ક્સમાં.
ટૉપરો છાપે ચમકતા, હાર, તાળી, ફૂલ પણ,
હારનારાનું રુદન પણ ક્યાં છપાયું માર્ક્સમાં?
મ્હેકને માપ્યા વિના પાંખો ગણે છે સૌ, પરાગ,
એક કોમળ ફૂલ આખું યે ઘવાયું માર્ક્સમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #શિક્ષણ #બાળપણ #પરીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #EducationSatire #RatRace #LostChildhood #ExamPressure #ParagRatanpara