← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નીંદ ક્યાં?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ ખુલ્લી, છત ભણી બસ એમ તાકી, નીંદ ક્યાં?
બૅંકના હપતા હજી છે ચાર બાકી, નીંદ ક્યાં?

મયકદાની રાત, ગઝલો, ચાંદની સઘળું હતું,
જામ ખાલી, ને ખફા છે આજ સાકી, નીંદ ક્યાં?

મેં ગલીના મોડ પર એને ઘડીભર જોઈ’તી,
ત્યારથી આંખે વસી છે એ જ ઝાંકી, નીંદ ક્યાં?

રાતભર ચોરો ફરે, ને ગામ આખું જાગતું,
તોય ગાઢી ઊંઘમાં છે રોજ ખાખી, નીંદ ક્યાં?

આ ‘પરાગે’ રાતભર તારા ગણીને પણ જુઓ,
ચાંદ પણ ઊંઘી ગયો, ને આંખ થાકી, નીંદ ક્યાં?

– પરાગ રતનપરા

#ગઝલ #નીંદર #ઉજાગરો #હાસ્ય #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Insomnia #SleeplessNights #Humour #Satire #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઉગાડોઆગલો લેખ →વેરાયેલું કંકુ