ઉગાડો
હતું રણ બધે, ત્યાં બહારો ઉગાડો,
અમાસે ગગનમાં સિતારો ઉગાડો.
ઢળે કોઈ રસ્તે, બધા જાય આગળ,
તમે હાથ થઈને સહારો ઉગાડો.
ભરે ઝેર લોકો દિલોમાં, દિમાગે,
કલમથી નવા કૈં વિચારો ઉગાડો.
ભલે નાવ ડૂબે, હલેસાં ય તૂટે,
ભુજાના બળે ત્યાં કિનારો ઉગાડો.
પરાગે ધરી બીજમાં મ્હેક થોડી,
હવે ફૂલ જેવો નજારો ઉગાડો.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #સર્જન #હિંમત #નવીશરૂઆત #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Creation #Courage #NewBeginnings #ParagRatanpara