← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માટીનો દીવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માટીનો મારો દીવડો, ને રૂની મારી વાટ,
તેલ પૂર્યું છે પ્રેમનું, ભલે ઝંઝાવાતની રાત.

કુંભારે ચાકડે ઘડ્યો, તડકે તપાવ્યો ખૂબ,
એટલે તો ઝંઝાવાતે પણ ઝળહળે એનું રૂપ;
નાનો ભલે, પણ અંધારાને દેતો સામી માત…
માટીનો મારો…

ઝૂંપડીમાં એ ઝગમગે, ને હવેલીમાં પણ એ જ,
ગરીબ-તવંગર ભેદ ન જાણે, સૌને સરખું તેજ;
એક દીવાથી બીજો દીવો, એવી એની નાત…
માટીનો મારો…

પરાગ કહે: આ કાયા પણ છે માટીનું કોડિયું,
શ્વાસનું તેલ ખૂટે તે પહેલાં કોઈનું ઘર અજવાળવું;
બુઝાય ત્યારે ધુમાડો નહીં, મ્હેકે એવી વાત…
માટીનો મારો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનદી અને પથ્થરઆગલો લેખ →ઉગાડો