બ્હાર છું
માછલી છું ભલે, જાળથી બ્હાર છું,
હું નદી, તોય પણ પાળથી બ્હાર છું.
એક બીબે બધાં જાત ઘડતાં ગયાં,
હું જ બેડોળ, એ ઢાળથી બ્હાર છું.
દ્વેષમાં, ક્રોધમાં લોક સઘળા બળે,
હું ફકીરી ધરી ઝાળથી બ્હાર છું.
ટકટકે આ ઘડી, વીતતાં વર્ષ સૌ,
શબ્દ છું, ને સદા કાળથી બ્હાર છું.
ફૂલ કરમાય તોયે પરાગે હસી:
‘મ્હેક છું, હું હવે ડાળથી બ્હાર છું.’
– પરાગ રતનપરા
#ગઝલ #મુક્તિ #ફકીરી #સ્વતંત્રતા #શબ્દ #પરાગરતનપરા
#GujaratiGhazal #Outsider #Freedom #SufiSpirit #TimelessWord #ParagRatanpara