← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આયખું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પારણે ઝૂલે, હસે, ને ગીત ગાતું આયખું,
ધૂળમાં રમતું ખુશીથી, મેહ ન્હાતું આયખું.

નોકરી, હપતા, પગારે ગણતરી ને ગણતરી,
ફાઈલોમાં, બેંકમાં, થઈ બંધ ખાતું આયખું.

લાકડી ટેકે ચડે છે દાદરો ધીમે હવે,
પાનખરના પાન જેવું પીત થાતું આયખું.

આખરે ગંગાજળે સૌ ભીંજવે છે હોઠ, ને
શ્વાસની સાથે સરીને દૂર જાતું આયખું.

આ ‘પરાગે’ ફૂલ જેમ જ મ્હેકવા કોશિશ કરી,
શબ્દમાં ઢળતું, ગઝલમાં થઈ ગવાતું આયખું.

– પરાગ રતનપરા

#ગઝલ #આયખું #જીવનનાતબક્કા #બાળપણ #ઘડપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #StagesOfLife #Lifetime #ChildhoodToOldAge #Mortality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપડઘો બનીઆગલો લેખ →અરીસામાં