← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છું ને નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ દોડું, રોજ હાંફું, શોરમાં છું ને નથી,
ઊંઘ ને જાગ્યા વચાળે, ભોરમાં છું ને નથી.

આભમાં ઊડું પતંગો જેમ, પણ બાંધેલ છું,
કોઈના એ હાથના આ દોરમાં છું ને નથી.

મંચ, તાળી, હાર, શાલો, ને ઘણાં સન્માન પણ,
એ ગુમાની તાજ ને એ તોરમાં છું ને નથી.

પૂર ધસમસ, ધોધ સામે, ને ઉપરથી વાયરો,
હાથ-પગ મારું ઘણું, પણ જોરમાં છું ને નથી.

આ ‘પરાગે’ પાંખડીમાં ઘર વસાવ્યું, આખરે
મ્હેક થઈ ઊભો હવાની કોરમાં, છું ને નથી.

– પરાગ રતનપરા

#ગઝલ #હોવુંનહોવું #અસ્તિત્વ #દ્વિધા #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #ToBeOrNot #Existence #Duality #InnerSearch #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનોટ પરના બાપુઆગલો લેખ →દીવા તરફ