માણસ મળે
ઘંટ ગાજે, ભીડ ભારે, મંદિરે માણસ મળે?
શોધ આખા વિશ્વમાં, પણ ભીતરે માણસ મળે.
હાર મૂરતને ચડે, શિલ્પી ભુલાયો સાવ, પણ
ટાંકણાના ઘાવ ઝીલે, પથ્થરે માણસ મળે.
કાચની ઊંચી ઇમારતમાં બધા યંત્રો હતા,
ગામડાના એક ઘરના ઉંબરે માણસ મળે.
ગ્રંથ મોટા, ભાષણો લાંબાં, ઘણું વાંચ્યું, છતાં
પત્ર માનો, ને અધૂરા અક્ષરે માણસ મળે.
આ ‘પરાગે’ વિશ્વ ઘૂમી આખરે જોયું, અહો!
ગામના એ પીપળે, એ પાદરે માણસ મળે.
– પરાગ રતનપરા
#ગઝલ #માણસાઈ #માનવતા #ગામ #સાચોધર્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humanity #FindingHumans #VillageWarmth #TrueFaith #ParagRatanpara