← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પતંગિયાનો હિસાબ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પતંગિયું
એક જ દિવસ જીવે છે,
ને એ આખો દિવસ
ફૂલો પર જ ગાળે છે.

એને ખબર નથી
કે કાલ શું છે,
પેન્શન શું છે,
વીમો શું છે.

આપણે સો વર્ષ જીવીએ છીએ,
ને નેવું વર્ષ
કાલની ચિંતામાં ગાળીએ છીએ.

કોણ લાંબું જીવ્યું —
એ નક્કી કરવાનું
હું પતંગિયાને સોંપું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમારી ભીતરેઆગલો લેખ →માણસ મળે