પગલાં
રોજ સાંજે કોઈ જાણે આંગણે પગલાં પડે,
દ્વાર ખોલું, કોઈ ના, ને બારણે પગલાં પડે.
દીકરી ગઈ સાસરે, ને બા સુણે છે રાતભર
ઝાંઝરીનો સાદ, જાણે પારણે પગલાં પડે.
યુદ્ધમાં ગ્યો દીકરો તે ના ફરે, તોયે હજી
દર દિવાળી, આંગણાના તોરણે પગલાં પડે.
ઉંબરે ઢોળી કળશ ચોખા ભરેલો, ને પછી
કંકુના થાપા, અને ઓવારણે પગલાં પડે.
કોઈ ના આવે, પરાગે મન ઉઘાડું રાખવું,
કોણ જાણે, કોઈ ક્ષણ, કો' કારણે પગલાં પડે!
– પરાગ રતનપરા
#ગઝલ #પગલાં #પ્રતીક્ષા #દીકરી #સૈનિક #પરાગરતનપરા
#GujaratiGhazal #Footsteps #Waiting #Daughter #SoldiersHome #ParagRatanpara