મ્હોરાં
મંદિરે જો, આરતીમાં ભક્તિનાં મ્હોરાં બધાં,
યુદ્ધ વેચે, ને પહેરે શાંતિનાં મ્હોરાં બધાં.
વોટ લેવા આવતાં ને ગામને ભેટી પડે,
હાથ જોડી સૌ ધરે છે નીતિનાં મ્હોરાં બધાં.
રાતભર ‘જાનૂ’ કહે ને ભોર થાતાં ‘બ્લૉક’ છે,
ફોનમાં ઝળકે સદા એ પ્રીતિનાં મ્હોરાં બધાં.
દીકરીને લાડ દે, પણ બારણે તાળાં કરે,
ભીંત પર ટાંગે ઘરે એ મુક્તિનાં મ્હોરાં બધાં.
આયનાને જોઈ ચોંક્યો હું ય આજે, આ ‘પરાગ’,
હું ય ફરતો’તો ધરીને ક્રાંતિનાં મ્હોરાં બધાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મ્હોરાં #દંભ #રાજકારણ #આત્મનિરીક્ષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Masks #Hypocrisy #PoliticalSatire #SelfReflection #ParagRatanpara