← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લી વાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નજરભર ઘર, ગલી, આંગણ, ઝરૂખો જોઈ છેલ્લી વાર,
હતી મા યાદ, ને આંખો ઘડી બે રોઈ છેલ્લી વાર.

ભરી લોટો ગરમ જળનો, પછી બેઠી ચરણ પાસે,
નમી બેટી, પિતાની દેહ-કાયા ધોઈ છેલ્લી વાર.

બચાવ્યું જે, છુપાવ્યું જે, તિજોરીમાં સદા રાખ્યું,
ખુલી મુઠ્ઠી, સરી ચાવી, હવે એ ખોઈ છેલ્લી વાર.

ઘણી માળા, ઘણા મણકા, ઘણાં તીરથ, ઘણાં વ્રત પણ,
હવે આ શ્વાસની માળા, તને મેં પ્રોઈ છેલ્લી વાર.

પરાગે ફૂલ ખરતાં, ડાળને ના વાત કૈં કીધી,
હવામાં મ્હેક થોડી બસ ધરી સંજોઈ છેલ્લી વાર.

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #અંતિમયાત્રા #વિદાય #જીવનનોઅંત #પરાગરતનપરા
#GujaratiGhazal #Death #FinalJourney #LastGoodbye #Mortality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપહેલી નજરઆગલો લેખ →છૂટા શેર ૮૨૬૬–૮૨૯૫