ગમે છે
તને રોજ થોડું સતાવું, ગમે છે,
પછી પ્રેમથી હું મનાવું, ગમે છે.
તમે ‘ના’ કહો, ને નયન ‘હા’ કહે છે,
ઘડી બે ઘડી પણ રિસાવું ગમે છે.
તમારી ગલીમાં ફરી રોજ ફરવું,
બહાનાં કરી દિલ ફસાવું ગમે છે.
પરોઢે પડી ઊંઘમાં તું હસે, ત્યાં
ટકોરે ટકોરે જગાવું, ગમે છે.
પરાગે લખી છે ગઝલ તો ઘણીયે,
તને શબ્દ વચ્ચે છુપાવું, ગમે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #રિસામણાં #મનામણાં #મીઠીનોકઝોક #પરાગરતનપરા
#GujaratiGhazal #RomanticGhazal #PlayfulLove #SweetTeasing #LoveNotes #ParagRatanpara