આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૯ / ૪૧
સાંજ પણ સૂની પડે, જો ગોખ દીવો ના રહે, બાગ પણ વેરાન લાગે, એક ટહુકો ના રહે.
હતાં સ્વપ્ન, આવી જગાવી ગયાં, પછી ઊંઘ આખી ઉડાવી ગયાં.
માગણીઓ સાંભળીને થરથરે ભગવાન પણ, લાંચ આપી ભક્ત જાણે છેતરે ભગવાન પણ!
તને એક વેળા મનાવું હતું, હજી ગીત અડધું સુણાવું હતું.
ઓસરીએ એકલો હું, રામ ઢળતી સાંજમાં, હાથમાં માળા અને આરામ ઢળતી સાંજમાં.
છાપરું નાનું ભલે, પણ ગોખ દીવો બસ થયું, લીમડાનો આંગણે છે એક છાંયો બસ થયું.
ના વિચારો, ના તપાસો, વાત આગળ મોકલો, સુપ્રભાતે ફૂલ, ને શુભરાત આગળ મોકલો.
ભલે પૂર આવે, કિનારો બની જા, પડે કોઈ ત્યારે સહારો બની જા.
જીવતાં ઠોકર જ ખાધી, પૂતળાં મર્યા પછી, ભૂખથી મરતો હતો, ને આંસુડાં મર્યા પછી.
હોઠ પર મીઠાશ, ખોટી લાગણી દેખાય છે, હાથ મળતા, પણ હૃદયમાં માગણી દેખાય છે.
વાળ ધોળા થઈ ગયા, મનમાં ઉમંગો છે હજી, ચામડી પર કરચલીમાં પણ તરંગો છે હજી.
એકલો ઊભો રહીને વેદના કોને કહું? આંખમાં ઊભી થયેલી યાતના કોને કહું?
ટીપણું ખોલી કહે છે: ‘સાતમે ઘર શનિ નડે, જન્મ ટાણે સૂર્ય વાંકો, એટલે તો રવિ નડે.’
કોઈ ના સંગાથ, તોયે એકલો ચાલ્યા કરું, રાહ ના દેખાય, તોયે આંધળો ચાલ્યા કરું.
પતંગો સમું બાળપણ ક્યાં ગયું? અરીસા સમું ભોળપણ ક્યાં ગયું?
તમસમાં રહીને ઉજાસો લખું છું, અને આંસુએ પણ દિલાસો લખું છું.
અબોલા તજી તું મળી જો ખરો, જરા વાત મનની કહી જો ખરો.
અમે શોધતા’તા દિશા રેતમાં, મળી માત્ર આખી તૃષા રેતમાં.
આજ જે દાણો, ધરા પર એક ખેતી થઈ જશે, ખેડુનું ટીપું પસીનાનું ય મોતી થઈ જશે.
ટેરવે ઊગી ગયેલી ડાળ, આ મારી કલમ, કોકિલા જેવી રમે છે ફાગણે ન્યારી કલમ.
ભાવ બોલો, સ્ટૉલ પર તો મિત્રતા વેચાય છે, ચોકમાં ઊભી, ઉઘાડી સભ્યતા વેચાય છે.
હૃદયમાં જે હતું તે સૌ, નિરાંતેથી કહી દેજે, ભલે ગંભીર વાતો હો, ઉમંગેથી કહી દેજે.
ધોમ તડકે લીમડાનો એક છાંયો મિત્ર છે, ઘર ડગે ત્યારે ખરો મજબૂત પાયો મિત્ર છે.
ઘર ઉપરનું છાપરું, ઊભો અડીખમ છે પિતા, હાથ છાલાથી ભરેલા, ને પરિશ્રમ છે પિતા.
અર્થ સમજો કે ન સમજો, તોય બોલો વાહ વાહ, ઊંઘ આવે મંચ સામે, તોય ડોલો વાહ વાહ.
હવે ભીંત તોડી, ભવન ખોલ તું, તને બાંધતું એ કફન ખોલ તું.
ના અટકતી, ના ફરે પાછી, સવારી છે સમય, ધાર દેખાતી નથી, એવી કટારી છે સમય.
ઘડી બે ઘડી જ્યાં હસે આયનો, પછી સત્ય સઘળું કહે આયનો.
માર્ગ સીધો ક્યાં હતો? બસ ઠોકરે હું ચાલતો, ઘર ભલે છોડ્યું, હજી પણ ઉંબરે હું ચાલતો.
અમારું ગીત ખુલ્લા કંઠથી ગાઉં, તને વાંધો? વરસતા મેઘમાં હું મન ભરી ન્હાઉં, તને વાંધો?
ઘણું દોડ્યો, ઘણું હાંફ્યો, જરા તો થોભ, ઓ મનવા, હૃદયમાં જે છુપાવ્યું તે, હવે તો ખોલ, ઓ મનવા.
ઢળે સાંજ ત્યાં બસ બિચારા સવાલો, ન ઉત્તર, ન ક્યાંયે સહારા, સવાલો.
ન ઘર છે, ન પાદર, નિશાની ફકીરા, હવાની સમી આ કહાની, ફકીરા.
રથ ગયો, આ કાર આવી, સારથી હે કેશવા, જામ ને ખાડા વટાવી પારથી હે કેશવા.
સાંજના આકાશમાં કાળી ઘટા ઘેરાય છે, ખેતરે ઊભો ધણી પણ આંખથી ભીંજાય છે.
તમે શું ગયાં, આજ આંગણ રડે, હવે બંગડી સાથ કંગણ રડે.
હતું જે ભલે સાવ થોડું, ઘણું છે, અહીં એક ચંપલ જ જોડું ઘણું છે.
વર્ષ વીત્યાં, વાળ ધોળા, ઘાવ લીલો છે ખરો, ભીંતમાં ઠોકેલ ફોટાનો ય ખીલો છે ખરો.
ઘરે જેનું નથી ચાલ્યું, સમજદારી ભણાવે છે, બદલતો પક્ષ દર વર્ષે, વફાદારી ભણાવે છે.
સાંજ ઢળતાં ઝાડ નીચે એક છાયા ઓગળે, આરતીના ઘંટમાં સઘળી ય માયા ઓગળે.
ઘણી શેરી, ઘણા ચોરા, છતાં રસ્તો નથી મળતો, નગરમાં એક પણ માણસ મને હસતો નથી મળતો.
હોઠ પર છેલ્લો ય શ્વાસે રામનું બસ નામ છે, જિંદગીભર દોડતો’તો, આજ બસ આરામ છે.
રોજ માગે ચાંદ, ઝૂરે કેમ મારું મન હજી? છે ભલે ઘરડું થયું તન, ને ઠગારું મન હજી.
ઘણી વેળા અહીં જીવન ખરું જીવન નથી થાતું, હજારો દીપ મંદિરમાં, છતાં દર્શન નથી થાતું.
યાદના ઉજ્જડ પ્રદેશે એક લીલું ઘાસ તું, મોગરાની મ્હેક જેવો શુભ્ર રાત-ઉજાસ તું.
મંચ પર નાયક મરી ગ્યો, લાશ, તાળીઓ પડી, આંસુ લૂછ્યાં, ને પછી ઉલ્લાસ, તાળીઓ પડી.
તિરંગો આભમાં ઊડે, કહે: શાસન પ્રજાનું છે, ઘણું લાંબું, ઘણું ઊંચું, ઘણું ભાષણ પ્રજાનું છે.
ભીંત ભેદી ઘણી, ત્યાં જ આ દ્વાર છે, ખોલતાં ભીતરે ઘોર અંધાર છે.
નથી પત્ર, બસ યાદ ક્યારેક આવે, હજી ગામથી સાદ ક્યારેક આવે.
બા ગયાં, ને મૌનથી આ ઓરડો ગુંજ્યા કરે, રામ-માળાના મણે આ ખોરડો ગુંજ્યા કરે.