આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૧૧ / ૪૧
દર્દ જૂનું થઈ ગયું, હું ઘાવથી ટેવાઈ ગ્યો, મિત્રના ખેલેલ સઘળા દાવથી ટેવાઈ ગ્યો.
નથી ઘર કે નથી ખેતર, ગગનનો હું પ્રવાસી છું, ખરેલા પાન જેવો બસ, પવનનો હું પ્રવાસી છું.
રેલના ડબ્બે ચડે છે ગાંસડીનો ભાર લઈ, ને ઘરે પાછો ફરે છે ઝૂંપડીનો ભાર લઈ.
ફાગ ખેલે ગામ, એની ઓસરીને રંગ દે, વર્ષથી મૂંગી પડેલી ઝાંઝરીને રંગ દે.
સવારે જ અંધાર ભૂલી જવું, ઉઘડતાં જ અખબાર, ભૂલી જવું.
રાતભર મેહનું ખળખળે ઝૂંપડે, આભની વીજ પણ ઝળહળે ઝૂંપડે.
પકડવા જઉં ત્યાં ખુશી દૂર ભાગે, સપનમાં હતી જે, પરી દૂર ભાગે.
એક નાની વાતમાં આ કાંગરો તૂટી ગયો, દોષનો મારા જ માથે ઠીકરો તૂટી ગયો.
મોતિયો બાની નજરમાં, ધૂંધળાં દૃશ્યો હવે, ટેરવાંથી ઓળખે છે, પાંગળાં દૃશ્યો હવે.
ન કાલે હતો, આજનો આદમી છું, નથી રંક કે રાજનો આદમી છું.
એક દી બોલી ગયો, એ વાતને ભૂંસી શકું? આંસુથી ભીની થયેલી રાતને ભૂંસી શકું?
ઓસરીએ ચા ઉકાળી, ભોરનો ઉત્સવ થયો, મેહ ગાજ્યો, ને ગગનમાં મોરનો ઉત્સવ થયો.
બંધ બારી, બંધ બારણ, મંદિરો ઘરમાં હતાં, પાયજામે બૉસ સાથે, દફતરો ઘરમાં હતાં.
તમે સાવ જૂના, બનો ‘કૂલ’ ડૅડી, મને જોઈએ છે નવી ‘સ્કૂલ’, ડૅડી.
બારસાખે બા રહી છે કાગળોની રાહમાં, ને પિતા ઊભા ખળામાં વાદળોની રાહમાં.
સૌ સવારે નીકળે ને ડૉલરોની દોટ છે, ને બપોરે ભૂખ ભૂલી નંબરોની દોટ છે.
ગમે ત્યાં હું વસું, મારી નસોમાં વતન બોલે છે, ભલે હોઠે ચડે ‘હૅલો’, હૃદયમાં સ્વજન બોલે છે.
બર્ફ વચ્ચે ઠીંગરાતાં તાપણું પણ સાંભરે, ને દિવાળી આવતાં તો બારણું પણ સાંભરે.
હતી રાત કાળી, ઉજાળી તમે, સવારે ઉઠી ચા ઉકાળી તમે.
ગગન છે મૌન, તારાઓ બધું બોલે ઇશારામાં, પવન આવી અડે ત્યાં તો કળી ખોલે ઇશારામાં.
જિંદગીનો જામ પી લે, પ્યાસ બાકી રાખજે, દોડ, પણ ઓ દોડનારા! શ્વાસ બાકી રાખજે.
શોક છે, આંસુ છે, લાગણી પોસ્ટ છે, જન્મદિન, લગ્નની ઉજવણી પોસ્ટ છે.
ચણે ભીંત જે, તે પસીનો ગઝલ છે, ન પૂરો પડે જે, મહીનો ગઝલ છે.
થકેલા પગોને સહારો મરણ છે, વહેતી નદીનો કિનારો મરણ છે.
ઝાડ નીચે હું ભલે, પણ છાંયડો મારો નથી, ઘર ભલે મારા જ નામે, ઓરડો મારો નથી.
ઢળી જિંદગીની કહાણી કલમમાં, બચી આંસુઓની નિશાણી કલમમાં.
બે ઘડી બેસે વિહગ જ્યાં, એક ડાળી કર મને, કોઈ ભૂખ્યાના ઘરે ભરપૂર થાળી કર મને.
ભાષણે નેતા બિરાજ્યા, શ્વેત કપડાં ઊજળાં, મેલ મનમાં, પણ સભામાં ખૂબ મુખડાં ઊજળાં.
બેસ પાસે બે ઘડી, ને ધ્યાનથી તું વાત કર, આંખમાં આંખો મિલાવી, માનથી તું વાત કર.
એ ગયા આપી મને, ના ભાળવાનો વાયદો, ને હૃદયને દઈ ગયા, ના બાળવાનો વાયદો.
ઊંઘમાં ચાલ્યા કરું છું, જાગવું છે કે પછી? દોડ આ ઇચ્છા તરફની, ભાગવું છે કે પછી?
ના ઉછીનો માગ દીવો, ભીતરે પ્રગટાવ તું, રાત અંધારી ઘણી, બસ ઉંબરે પ્રગટાવ તું.
નથી દાવ મારો, ખુદાની રમત છે, બળે કે બુઝે, તે હવાની રમત છે.
પ્યાસ લઈ નીકળી ગાગરી રણ મહીં, ને વગાડે તરસ ઝાંઝરી રણ મહીં.
ભરોસો રાખ, કર્મોથી લખેલું છે હથેળીમાં, હજી સપનું ય નાનકડું છુપેલું છે હથેળીમાં.
આગ લાગી ગામમાં, ત્યાં આંસુઓ સરખાં હતાં, કેસરી, લીલાં ભલે, પણ સાધુઓ સરખાં હતાં.
વહું છું, છતાં આ સફરની ખબર ક્યાં? જુએ આંખ સઘળું, નજરની ખબર ક્યાં?
ગઝલ થઈ હવામાં ગવાતો ગયો તું, કલમથી કલમમાં લખાતો ગયો તું.
ઢાંકતી મુખ, ઓઢતી એ ઓઢણી શરમાઈને, ને છુપાવે આંખમાં એ લાગણી શરમાઈને.
આયખું આખું અમે તો યાદ પર જીવી ગયાં, ને અધૂરા એક મીઠા સાદ પર જીવી ગયાં.
કશું દર્દ એવું, કહાતું નથી, હૃદયમાં રહે, ને સહાતું નથી.
દીવડે ઝૂકી પતંગા, આગની દીવાનગી, વાંસળીના સૂર પાછળ રાગની દીવાનગી.
સાત વાગ્યે ટ્રેન પકડી, દોડવું આ રોજનું, સાંજ પડતાં થાકથી તન તોડવું આ રોજનું.
કોઈ કેડી ના હતી, ખુદ જાતમાં ચાલ્યા અમે, દ્વાર વાસ્યાં, રાત-ઝંઝાવાતમાં ચાલ્યા અમે.
મરે છે એકલો માણસ, પથારીની ખબર કોને? હતી ગઈ કાલની અર્થી, સવારીની ખબર કોને?
ભલે જે કરો તે, રજા છે તમારી, મળે જે મને, તે સજા છે તમારી.
લગનના ઉમંગે ફસાયો બિચારો, પછી સાસરે જઈ દબાયો બિચારો.
શિખરથી સમંદર, નદીની સફર, મહોરે, ઝરે — આ કળીની સફર.
આભ ગાજે, મેઘ વરસે, વીજળીની આરતી, ને પવન ગાતો ઉતારે વાંસળીની આરતી.
તને યાદ કરતાં પલાળે ઝરમર, ઝરૂખે રહી તું નિહાળે ઝરમર.