દૂર ભાગે
પકડવા જઉં ત્યાં ખુશી દૂર ભાગે,
સપનમાં હતી જે, પરી દૂર ભાગે.
હતો હું કિનારે, ભરું ખોબલો ત્યાં,
ખસી જાય કાંઠો, નદી દૂર ભાગે.
હતી આલ્બમે બાપુની એક ઝાંખી,
અડું આંગળીથી, છબી દૂર ભાગે.
મળે જ્યાં પગારો, હજારો ઉધારી,
ટકે માંડ બે-ત્રણ ઘડી, દૂર ભાગે.
પરાગે ન જાણ્યું, હતું એ જ ભીતર,
ભટકતાં ભટકતાં ગલી દૂર ભાગે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૃગજળ #અધૂરીઇચ્છા #ખુશી #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirage #ElusiveHappiness #Longing #InnerSearch #ParagRatanpara