← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાહમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બારસાખે બા રહી છે કાગળોની રાહમાં,
ને પિતા ઊભા ખળામાં વાદળોની રાહમાં.

સૂર્ય ડૂબ્યો તોય ધરતી ના કરે ફરિયાદ કંઈ,
ઘાસ આખી રાત જાગે ઝાકળોની રાહમાં.

ઠૂંઠ થઈ ઊભું છતાં પણ ઝાડ બોલે ના કશું,
મૂળ ઊંડે જાગતાં છે કૂંપળોની રાહમાં.

આ હરણને કોણ સમજાવે હતું પાણી નહીં,
આયખું આખું ગયું છે મૃગજળોની રાહમાં.

આ ‘પરાગે’ જિંદગી આખી વિતાવી આમ બસ,
ફૂલ જેવું ખીલવાની બે પળોની રાહમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રતીક્ષા #રાહ #ગામડું #ધીરજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Patience #VillageLife #Hope #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમારે ગામઆગલો લેખ →દોટ છે