આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૧૨ / ૪૧
આભ આખું ઊડવું છે, માપવું ગમતું નથી, પાંખ પંખીની કદી પણ કાપવું ગમતું નથી.
જે હૃદયમાંથી ઝરે, એ ભાવની સાચી ગઝલ, જે રડાવે, જે રુઝાવે ઘાવની સાચી ગઝલ.
ભલે પ્રેમ ના દે, દિલાસો મને આપ, જવું છે? ભલે, પણ ખુલાસો મને આપ.
સૂર્ય ડૂબ્યો, લોક ચાલ્યા, હાટને સંકેલવું, જે જમાવ્યો રાતદિન, એ ઠાઠને સંકેલવું.
આજ પણ જાગ્યા કરે છે રાત તારી આંખમાં, ને દિવસ આખો કરે છે વાત તારી આંખમાં.
માતૃભાષા બોલતાં શરમાય છે ગુજરાતમાં, ‘થેંક્યુ’ ‘સૉરી’માં બધું અટવાય છે ગુજરાતમાં.
જ્યોતિષીએ જોઈ લીધો એક તારો હાથમાં, ને પસીનાએ ઘડી દીધો કિનારો હાથમાં.
નથી ઘર જોઈને આવે, બધે સરખો બળે સૂરજ, ગરીબોના ય નળિયામાં સવારે ઝળહળે સૂરજ.
વેર રાખું એટલો અવકાશ પણ ક્યાં છે, કહો? પ્રેમ કરવા જેટલા યે શ્વાસ પણ ક્યાં છે, કહો?
દાન છાનું જે કરે, એ ખાનદાની જાણજો, જે ગણાવે, એ ફકત ધનની ગુમાની જાણજો.
આખરી આ બોલવાનો એક મોકો દે મને, જાતને પણ ખોલવાનો એક મોકો દે મને.
ઉપરથી ચળકતી ઇમારત હતી, તળે ખોખલી સૌ ઇબારત હતી.
જરા દૂરથી હું તને રોજ ભાળું, અડું તો વિખેરાય આ સ્વપ્ન-જાળું.
રાતભર એકાંતમાં બળવું ઘણું અઘરું હતું, તેલ ખૂટે તોય ઝળહળવું ઘણું અઘરું હતું.
જાગવું કે ઊંઘ? એક સવાર સમજાતી નથી, આ સમયની કાચ જેવી ધાર સમજાતી નથી.
આકાશમાં ઊડ્યા કરે છે રાતદી મનનો પતંગ, દોરી વિના શું છે ભલા, એની ઉડાનો કે ઉમંગ?
આદિથી દેવના બાગમાં સાપ છે, ને હજી આપણા ત્યાગમાં સાપ છે.
સભા સામે ખડો છું હું, હૃદયનો તાર વાગે ના, ફરે છે આંગળી તોયે, હવે ઝંકાર વાગે ના.
ભલે સૌ નિહાળ્યું, નજર જોઈ ના, રખડ્યો વિદેશે, ડગર જોઈ ના.
ના અધૂરી, આજ પૂરી બંસરી થઈ આવજે, ઓસરીમાં રણકતી એ ઝાંઝરી થઈ આવજે.
માવડીનો હવે ઓરડો દૂર છે, આંગણે, લીમડે, છાંયડો દૂર છે.
હવે સાંભળું છું ભજન મૌનમાં, નયન બંધ, ખૂલ્યું ગગન મૌનમાં.
જોઈ પ્યાસી આંખને પણ છેતરાયાં ઝાંઝવાં, ને નગરમાં કેનવાસે ચીતરાયાં ઝાંઝવાં.
ફાટલી માની હતી જે ગોદડી, સાંધી લઉં, સાસરે ગઈ દીકરીની ચૂંદડી સાંધી લઉં.
કેમ તોળી શકો લાગણી ત્રાજવે? કે ચડાવી શકો માગણી ત્રાજવે?
એક નાના બીજને તો શાખનું સપનું હતું, બંધ ઈંડાને ગગનની પાંખનું સપનું હતું.
સૌ મળે છે, તોય સૌથી વેગળો છું ભીડમાં, હાથ લાખો છે, છતાં હું આકળો છું ભીડમાં.
ફ્લૅટ, ટીવી, ફ્રીજ, ને આ કાર છે હપ્તા ઉપર, સાથ સાતે જન્મનો? ના, પ્યાર છે હપ્તા ઉપર.
હતી જે બાળપણની એ ઘડી પાછી નહીં આવે, હતી જ્યાં નાવ કાગળની, ઝડી પાછી નહીં આવે.
ગયું તે તો ગયું, આવે ન કાલે, આજ માણી લે, ઢળે છે સૂર્ય, રંગોથી ભરેલી સાંજ માણી લે.
મૌન હળવું, ઘણો ભાર છે શબ્દનો, તીરથી તીવ્ર તો વાર છે શબ્દનો.
જલે ગામ, ને સૌ ભલા ચૂપ બેઠા, સભામાં ધુરંધર વડા ચૂપ બેઠા.
હોઠ પર સાકર સમું ઘોળાય તારું નામ લઈ, ચાંદ નભમાં રાતભર શરમાય તારું નામ લઈ.
ગામના વડલા તળેના છાંયડામાં સુખ હતું, ગારથી લીંપેલ નાના ઓરડામાં સુખ હતું.
ના ટકોરા, ના ખબર, ને રાતમાં આવી ગઝલ, મિત્ર સાથે સાવ સાદી વાતમાં આવી ગઝલ.
નમે છે હાથ જોડી સૌ ગલીએ, ચૂંટણી આવી, ગરીબોની ગલીમાં લાઇટો ને ઉજવણી આવી.
બહારે શાંત છે સઘળું, થયું ઘમસાણ મારામાં, દિવસભર ભીડ, ને રાતે થતાં રમખાણ મારામાં.
ચણું રેતઘર એ કિનારે ફરી, ઉડાડું પતંગો સિતારે ફરી.
રાત છઠ્ઠીની, વિધાતા, ભાલમાં લખ્યું હશે, એક ઝીણું હાસ્ય, કોના ગાલમાં લખ્યું હશે.
ગામ, શેરી, ઓટલો, ને આંગણું છે સ્ક્રીન પર, ઘર તણું આખું ય જાણે બારણું છે સ્ક્રીન પર.
રાતભર જાગરણ, કાગળે શબ્દ ક્યાં? થરથરે છે કલમ, આંગળે શબ્દ ક્યાં?
ભરી આંખ, તોયે સભામાં હસું છું, હૃદય ચીરતી આ વ્યથામાં હસું છું.
આજ છે દીવો, પવન છે, કાલની કોને ખબર? કોણ ઠારે જ્યોત, એની ચાલની કોને ખબર?
વાવનાં પગથાર ગણતો ભીતરે હું ઊતરું, જળ સુધી, કે જાતના આ અંતરે હું ઊતરું?
રાતનાં ટીપાં સરીને સૂર્ય ઊગ્યો આંગણે, પાંખમાં સૂરજ લપેટી મોર જાગ્યો આંગણે.
હતું જે આંખમાં ઊભું, અમે એ ના કહી શક્યા, છતાં દરિયો ભરી છાતી, કદી ના પણ વહી શક્યા.
આંખ મીંચી, ત્યાં જ આખું ગામ દીઠું ભીતરે, જે બધે શોધ્યું હતું એ નામ દીઠું ભીતરે.
પાંખ દીધી પાંજરે, પણ ત્યાં મળે એ આભ ક્યાં? ટાવરો ઊંચા થયા, પણ જ્યાં ઢળે એ આભ ક્યાં?
બાપુનો ફોટો ગયો ને સ્થાન ખાલી ભીંત પર, કંકુના થાપા હજી છે, સાંજ-લાલી ભીંત પર.
ગલી, ચોક, ચોરો — ઉતારા હતા, અમે ચાર દોસ્તો, સહારા હતા.