જોઈ ના
ભલે સૌ નિહાળ્યું, નજર જોઈ ના,
રખડ્યો વિદેશે, ડગર જોઈ ના.
ગયા રોજ મંદિર, ગયા મસ્જિદે,
ઘરે મા હતી, એ સહર જોઈ ના.
તમે પાસ’તાં, હું હતો ફોન પર,
તમે તો ગયાં, એ સફર જોઈ ના.
ઘડી, પળ, દિવસ, માસ ગણતો ગયો,
છતાં આયને મેં ઉમર જોઈ ના.
પરાગે હવામાં ભરી મ્હેક બસ,
ગુલાબે ય એની કદર જોઈ ના.
– પરાગ રતનપરા
#ગઝલ #દ્રષ્ટિ #મા #મોબાઇલ #ઉંમર #પરાગરતનપરા
#GujaratiGhazal #SeeingVsLooking #Mother #PhoneAddiction #PassingTime #ParagRatanpara