← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમજાતી નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાગવું કે ઊંઘ? એક સવાર સમજાતી નથી,
આ સમયની કાચ જેવી ધાર સમજાતી નથી.

જીતવા દોડ્યા અમે, ઉત્સવ ઉજવ્યા ગામમાં,
ભીતરે જે થાય છે એ હાર સમજાતી નથી.

વોટ આપ્યો, નોટ લીધી, તોય ભૂખ્યું પેટ છે,
આ ચલાવે કોણ, આ સરકાર સમજાતી નથી.

એક આંગણ, એક ચૂલો, એક છત નીચે હતા,
કેમ ઊગી આંગણે દીવાર સમજાતી નથી.

જિંદગીભર ફૂલ સંગે મ્હેકતો રહ્યો ‘પરાગ’,
ફૂલ ને ભમરા તણી તકરાર સમજાતી નથી.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનનાંકોયડા #સમય #ભાઈચારો #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #RiddlesOfLife #EdgeOfTime #DividedHomes #PoliticalSatire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘડપણ આવ્યુંઆગલો લેખ →સખી, કે’તી નહીં