← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હપ્તા ઉપર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફ્લૅટ, ટીવી, ફ્રીજ, ને આ કાર છે હપ્તા ઉપર,
સાથ સાતે જન્મનો? ના, પ્યાર છે હપ્તા ઉપર.

દીકરીનાં લગ્નમાં ઝળહળ થયાં’તાં માંડવા,
ને પિતાનો આજ પણ ઘરબાર છે હપ્તા ઉપર.

સેલમાં લીધું બધું, ને ‘ઑફરો’માં ખોઈ જાત,
દેખવાનો આ બધો શણગાર છે હપ્તા ઉપર.

હોય સગપણ કે સખાતી, હોય ઘરનો કોઈ પણ,
સૌ ગણતરીનો, બધો વ્યવહાર છે હપ્તા ઉપર.

ફૂલ પાસે મફતમાં મળતી હતી ખુશ્બૂ ‘પરાગ’,
આજ તો આખો ય આ સંસાર છે હપ્તા ઉપર.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #હપ્તા #ઉપભોક્તાવાદ #દેખાડો #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #LifeOnEMI #Consumerism #ShowOff #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખભીડમાંઆગલો લેખ →આયનો