← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચૂંટણી આવી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નમે છે હાથ જોડી સૌ ગલીએ, ચૂંટણી આવી,
ગરીબોની ગલીમાં લાઇટો ને ઉજવણી આવી.

નવા રસ્તા, નવો કૂવો, નિશાળો, નોકરી, પાણી,
ગજાવ્યાં વાયદા, ને સાથ મતની માગણી આવી.

ધરા સૂકી, બિયારણ ના, ધણી બેઠો ઉદાસી લઈ,
વરસ્યાં ભાષણો, ને કાગળોની વાવણી આવી.

ગલીએ ગાજતાં ભૂંગળ, ગજવતા ઢોલ ને ઝંડા,
ઉતારે ગામમાં જાણે દળોની છાવણી આવી.

પરાગે વોટ આપ્યો, ને ગયા એ પાંચ વર્ષો પણ,
ફરી મારા ઉપર એને અચાનક લાગણી આવી.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ચૂંટણી #નેતા #વાયદા #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #ElectionSeason #EmptyPromises #Democracy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખસોનુંઆગલો લેખ →મારામાં