મારામાં
બહારે શાંત છે સઘળું, થયું ઘમસાણ મારામાં,
દિવસભર ભીડ, ને રાતે થતાં રમખાણ મારામાં.
અરીસો રોજ જોઉં છું, મળે ના એ મને સાચો,
હજારો મુખવટાં વચ્ચે થયું ભંગાણ મારામાં.
હતું બાળક, પલળતું’તું ઉઘાડા પગ ગલીઓમાં,
હવે એ બાળ સૂતો છે, ઠરેલ મસાણ મારામાં.
ઉપર મા ને તળે પત્ની, વચે હું દોરડું જાણે,
ઘડી આ બાજુ, પેલી બાજુ, ભારે તાણ મારામાં.
પરાગે ફૂલ પર ઝૂલી પવનમાં ઊડવું’તું, પણ
ખરું કે ના ખરું, એનું થયું નિર્વાણ મારામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #અંતર્દ્વંદ્વ #આત્મમંથન #બાળપણ #તાણ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerConflict #WarWithin #LostChildhood #SelfSearch #ParagRatanpara