લખ્યું હશે
રાત છઠ્ઠીની, વિધાતા, ભાલમાં લખ્યું હશે,
એક ઝીણું હાસ્ય, કોના ગાલમાં લખ્યું હશે.
ઠોકરો ખાવી, પડીને ઊઠવું, ને નાચવું,
જિંદગીના એ ઘડેલા તાલમાં લખ્યું હશે.
વાદળો ગાજ્યાં, ગયાં, ને ખેતરે ઊભો ધણી,
આ ઉધારી, ભૂખ, ને આ સાલમાં લખ્યું હશે.
હાથ જોડે, પગ પડે, ને વાયદા ભરપૂર દે,
વોટની તરકીબ એની ચાલમાં લખ્યું હશે.
ફૂલમાં બેસી, હવામાં ઊડવું, એ ઓ ‘પરાગ’,
કોઈના એ મ્હેકતા રૂમાલમાં લખ્યું હશે.
– પરાગ રતનપરા
#ગઝલ #નસીબ #વિધાતા #ખેડૂત #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Destiny #WrittenInFate #FarmersPlight #PoliticalSatire #ParagRatanpara