સંકેલવું
સૂર્ય ડૂબ્યો, લોક ચાલ્યા, હાટને સંકેલવું,
જે જમાવ્યો રાતદિન, એ ઠાઠને સંકેલવું.
તેલ ખૂટ્યું, જ્યોત ઝાંખી, ને ધુમાડો ઓરડે,
દીવડાને પૂછ, કેવું વાટને સંકેલવું?
ઓસરીમાં ડાયરા જામ્યા હતા વરસો સુધી,
બાપુ બોલ્યા આજ, ભઈ, આ ખાટને સંકેલવું.
રાજ ને સિંહાસનો પણ આખરે ખાલી થયાં,
સૌ નરેશોને થયું છે પાટને સંકેલવું.
આ ‘પરાગે’ મ્હેક વેરી, ને ગઝલ ગાતો સદા,
સાંજ ટાણે ગંગ કેરા ઘાટને સંકેલવું.
– પરાગ રતનપરા
#ગઝલ #વિદાય #જીવનસંધ્યા #નશ્વરતા #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Farewell #EveningOfLife #LettingGo #Mortality #ParagRatanpara