તારી આંખમાં
આજ પણ જાગ્યા કરે છે રાત તારી આંખમાં,
ને દિવસ આખો કરે છે વાત તારી આંખમાં.
હું ગયો કાશી, ગયો કાબા, ખુદાની શોધમાં,
ને મળી એની બધી સોગાત તારી આંખમાં.
જિંદગીના દાવ સૌ હારી ગયો છું હું, છતાં
જીતવા જેવી મળી છે માત તારી આંખમાં.
આયનો તો રોજ મારો વેશ દેખાડી ગયો,
મેં જ મારી ઓળખી છે જાત તારી આંખમાં.
રંગ લઈ બેઠો હતો હું ઉમ્રભર તોયે ‘પરાગ’,
ઊતરી ના ચિત્રમાં એ ભાત તારી આંખમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #આંખો #ઓળખ #પ્રણય #પરાગરતનપરા
#GujaratiGhazal #LovePoetry #HerEyes #SelfDiscovery #Romance #ParagRatanpara