← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘણું અઘરું હતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર એકાંતમાં બળવું ઘણું અઘરું હતું,
તેલ ખૂટે તોય ઝળહળવું ઘણું અઘરું હતું.

ફૂંક મારી ઠારવાનું કામ સૌને આવડે,
વાયરામાં પણ નહીં ઢળવું ઘણું અઘરું હતું.

ઘર તણા ખૂણે સદા જલતી રહી’તી મા સમી,
જાતને ભૂલી જ ઓગળવું ઘણું અઘરું હતું.

તું મળી ત્યારે બધે અજવાસ પથરાયો હતો,
એ જ ઉંબરથી પછી વળવું ઘણું અઘરું હતું.

ફૂલ થઈ ખીલી જવાનું તો સરળ, પણ ઓ ‘પરાગ’,
ડાળ છોડી, વાયુમાં ભળવું ઘણું અઘરું હતું.

– પરાગ રતનપરા

#ગઝલ #દીવો #ત્યાગ #મા #સંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #TheLamp #Sacrifice #Resilience #MothersLight #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછીંકઆગલો લેખ →ઘડપણ આવ્યું