ફરી
ચણું રેતઘર એ કિનારે ફરી,
ઉડાડું પતંગો સિતારે ફરી.
‘રમત બંધ કર, ચાલ જમવા હવે’,
મને નામ લઈ મા પુકારે ફરી.
નિશાળે જતાં એક નજરે મને
નચાવ્યો હતો, એ ઇશારે ફરી.
પડું, તો ઉઠાડે સખા, ને હસે,
ચડું ઝાડ મિત્રો-સહારે ફરી.
પરાગે હવે ફૂલ થઈ ખીલવું,
ભલે બીજ થઈ કોઈ ક્યારે ફરી.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #ફરીજીવવું #મિત્રો #પહેલોપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #LiveAgain #ChildhoodDays #FirstCrush #Friendship #ParagRatanpara