← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગમતું નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભ આખું ઊડવું છે, માપવું ગમતું નથી,
પાંખ પંખીની કદી પણ કાપવું ગમતું નથી.

હું પવન છું, ગંધ છું, ને કો’ નિશાની ના રહે,
પથ્થરો પર નામ મારું છાપવું ગમતું નથી.

હું મુસાફર, રાત પડતાં ક્યાંક રોકાતો ભલે,
ઘર ચણીને ત્યાં જ ખીલો થાપવું ગમતું નથી.

રાત અંધારી ભલે, ને સાપ સરકે ચોતરફ,
તોય મનમાં બીકનું આ વ્યાપવું ગમતું નથી.

ફૂલ તોડે કોઈ તોપણ મ્હેક દે એને ‘પરાગ’,
જે મરોડે ડાળ, એને શાપવું ગમતું નથી.

– પરાગ રતનપરા

#ગઝલ #મુક્તિ #પવન #મસ્તી #ક્ષમા #પરાગરતનપરા
#GujaratiGhazal #Freedom #FreeSpirit #Wanderer #Forgiveness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝરમરઆગલો લેખ →આંસુ અને નદી