માણી લે
ગયું તે તો ગયું, આવે ન કાલે, આજ માણી લે,
ઢળે છે સૂર્ય, રંગોથી ભરેલી સાંજ માણી લે.
ભલે ઘડિયાળ દોડે છે, ભલે ઑફિસ કરે ફોનો,
ઘડી બે હાસ્યથી શોભે, ખુશીનો તાજ માણી લે.
નથી સોનું, નથી ચાંદી, નથી તખ્તો, નથી જાગીર,
ગલી, ઘર ને ખભે બાળક, ઘણું છે, રાજ માણી લે.
કદી ખૂટે નહીં સંસારનાં ધંધા અને વેપાર,
પ્રિયા પાસે ઘડી બેસી, નયનનો નાજ માણી લે.
ખરી જાશે સવારે ફૂલ, એની ક્યાં ખબર એને?
પરાગે મ્હેકમાં કીધું: ‘ઘડીનો સાજ માણી લે.’
– પરાગ રતનપરા
#ગઝલ #આજ #ક્ષણ #સુખ #જીવનઆનંદ #પરાગરતનપરા
#GujaratiGhazal #LiveTheMoment #CarpeDiem #SimpleJoys #Mindfulness #ParagRatanpara