બિચારો
લગનના ઉમંગે ફસાયો બિચારો,
પછી સાસરે જઈ દબાયો બિચારો.
દહેજે ફકત એક પંખો જ આવ્યો,
હતી કાર-આશા, ઠગાયો બિચારો.
ટપક્યું નયનથી પ્રિયાના જરા જ્યાં,
પછી પૂરમાં એ તણાયો બિચારો.
સવારે ગયો ચાલવા, શ્વાન પાછળ,
હતો દોડતો, ને ઘવાયો બિચારો.
પરાગે સુણાવી ગઝલ મંચ પરથી,
સભામાં બગાસાં, છુપાયો બિચારો.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #પતિ #લગ્નજીવન #રમૂજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #HusbandLife #MarriageJokes #FunnyPoetry #ParagRatanpara