છે તમારી
ભલે જે કરો તે, રજા છે તમારી,
મળે જે મને, તે સજા છે તમારી.
રમાડો મને જેમ ચાહો તમે, બસ,
નથી હું, તમે છો; મજા છે તમારી.
શિખર પર ફરકતી, પવનમાં ઉડે જે,
હવા પણ તમારી, ધજા છે તમારી.
ભલે તખ્ત પર કોઈ રાજા બને, પણ
અમે સૌ સદાથી પ્રજા છે તમારી.
પરાગે ધરી ફૂલ-ફોરમ ચરણમાં,
ખરી જાય ક્યારે? કઝા છે તમારી.
– પરાગ રતનપરા
#ગઝલ #શરણાગતિ #ભક્તિ #પ્રભુઇચ્છા #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Surrender #ThyWillBeDone #Devotion #Faith #ParagRatanpara