શરમાઈને
ઢાંકતી મુખ, ઓઢતી એ ઓઢણી શરમાઈને,
ને છુપાવે આંખમાં એ લાગણી શરમાઈને.
હોઠ પર તો વાત આવી, ને ફરી પાછી વળી,
આંખથી કીધી પછી એ માગણી શરમાઈને.
આરતી ટાણે હતી એ મંદિરે, ત્યાં તો જુઓ,
ઘંટડી સાથે ભળી’તી રાગણી શરમાઈને.
આભ ગાજ્યું, ખેત ભીનું, ને ધરા મ્હેકી રહી,
ખેડુની વહુએ કરી’તી વાવણી શરમાઈને.
આ ‘પરાગે’ ફૂલ જેવી પ્રીતને ઝીલી સદા,
મ્હેકતી આવી પ્રથમ એ ઉજવણી શરમાઈને.
– પરાગ રતનપરા
#ગઝલ #શરમ #પ્રથમપ્રેમ #મર્યાદા #લાગણી #પરાગરતનપરા
#GujaratiGhazal #Shyness #FirstLove #Modesty #TenderFeelings #ParagRatanpara